રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરાશે
નવી દિલ્હીઃ સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
નીતિન ગડકરીએ કહ્યું કે, નવી સિસ્ટમ હેઠળ, વાહન નંબર પ્લેટની ઓળખ સાથે સીધા બેંક ખાતામાંથી ટોલ કાપવામાં આવશે. તેમણે કહ્યું કે, નવી ટોલ કલેક્શન સિસ્ટમ હાલના ટોલ પ્લાઝાને દૂર કરવામાં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ બનાવવામાં મદદ કરશે. મંત્રીએ કહ્યું કે, આજની તારીખમાં આઠ કરોડ 13 લાખથી વધુ ફાસ્ટ ટેગ જારી કરવામાં આવ્યા છે અને સરેરાશ દૈનિક કલેક્શન 170 થી 180 કરોડ રૂપિયા છે.