સાત્વિક-ચિરાગ મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યા
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઈલેન્ડ ઓપનમાં જીત મેળવ્યા બાદ પુરુષ યુગલ વિશ્વ રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન મેળવ્યું હતું. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં હાર્યા બાદ, ભારતીય જોડી ત્રીજા સ્થાને સરકી ગઈ હતી અને ત્યારબાદ સાત્વિકની ઈજાને કારણે, ચીનમાં એશિયા ચેમ્પિયનશિપમાં વિપક્ષી ટીમને, વોકઓવર આપવામાં આવ્યો હતો.
તેઓએ રવિવારે થાઈલેન્ડ ઓપનમાં, જોરદાર પુનરાગમન કર્યું. ચીનના ચેન બો યાંગ અને લિયુ યી પર સીધી ગેમમાં જીત સાથે, સિઝનનું તેમનું બીજું ટાઇટલ જીત્યું. જાહેર કરાયેલ બી ડબ્લ્યુએફ રેન્કિંગમાં, તે 99670 પોઈન્ટ્સ સાથે બે સ્થાને ચઢ્યો અને પાંચ અઠવાડિયા પછી, ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું.
ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ મહિલા એકલ રેન્કિંગમાં એક સ્થાન નીચે 15માં સ્થાને આવી ગઈ છે. જ્યારે એચએસ પ્રણોયે તેનું નં.9 રેન્કિંગ જાળવી રાખ્યું છે અને તે પુરુષોની સિંગલ્સમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય છે.
લક્ષ્ય સેન ત્રણ સ્થાન સરકીને 14મા સ્થાને છે. કિદામ્બી શ્રીકાંત (26માં), પ્રિયાંશુ રાજાવત (33મા) એક-એક સ્થાન નીચે જ્યારે કિરણ જ્યોર્જ 36મા ક્રમે સરકી ગયા છે. મહિલા યુગલમાં, તનિષા ક્રેસ્ટો અને અશ્વિની પોનપ્પા 19માં નંબરે સર્વશ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય છે. કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી, વિશ્વમાં એક સ્થાન નીચે 29મા સ્થાને આવી ગઈ છે.
મિશ્ર યુગલમાં, સતીશ કુમાર કરુણાકરન અને આદ્યા વરિયાથ, ત્રણ સ્થાન આગળ વધીને વિશ્વમાં નંબર 39 પર પહોંચી ગયા છે અને ટોપ-50માં, એકમાત્ર ભારતીય છે.