સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી જૂથના સ્ટોક્સમાં તોફાની તેજી, ગૌતમ અદાણીએ કહ્યુ- સત્યમેવ જયતે
નવી દિલ્હી: બુધવારે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ખાસી તેજી જોવા મળી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ગૌતમ અદાણીને મોટી રાહત આપતા સીબીઆઈને તપાસ સોંપવાની માગણીને સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને સેબીની તપાસ પર ભરોસો વ્યક્ત કરતા તેને યોગ્ય ગમાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની સીધી અસર શેર માર્કેટના સૂચકાંકો- નિફ્ટી અને સેન્સેક્સ પર જોવા મળી. અદાણી જૂથની તમામ કંપનીઓના શેરોમાં તોફાની તેજી જોવા મળી.
The Hon'ble Supreme Court's judgement shows that:
Truth has prevailed.
Satyameva Jayate.I am grateful to those who stood by us.
Our humble contribution to India's growth story will continue.
Jai Hind.
— Gautam Adani (@gautam_adani) January 3, 2024
સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહત પર અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે સમ્માનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો દર્શાવે છે – સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું એ લોકોનો આભારી છું જે અમારી સાથે ઉભા રહ્યા. ભારતની વિકાસગાથામાં અમારું વિનમ્ર યોગદાન ચાલુ રહેશે.
ચુકાદા બાદ પ્રારંભિક કોરોબારમાં અદાણી પાવરના શેર 4.13 ટકા વધ્યા અને તેના એક શેરનો બાવ 540 રૂપિયા થયો હતો. અદાણી ગ્રીન 5.52 ટકાના વધારા સાથે 1692.05 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે અદાણી વિલ્મરના શેરમાં 3.97 ટકાની તેજી આવી અને તે 381.05ના સ્તરે ટ્રેડ કરતો હતો.
અદાણી પોર્ટ્સના શેર પણ 2.95 ટકાના વધારા સાથે 1110.25 રૂપિયા પર હતા. અદાણી એન્ટરપ્રાઈસિસના શેરોમાં પાંચ ટકાની તેજી આવી અને તે શેર 2.61 ટકાના વધારા સાથે 3008.80 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા.