Site icon Revoi.in

સાઉદી એરલાઈન્સ ફ્લાઈટની હવામાં વિન્ડશિલ્ડ તૂટતા કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં વિમાનમાં ચેકનિરલ ખામીથી લઈને પક્ષી અથડાવાની કે કાચત તૂટવાની ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આજરોજ બપોરે સાઉડી એરલાઈન્સની ફ્લાઈટનું હવામાં વિન્ડશિલ્ડ તૂટવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  સાઉદી એરલાઈન્સના કાર્ગો પ્લેનનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે પાયલોટે માહિતી આપી હતી કે પવનને કારણે પ્લેનની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી, ત્યારબાદ કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું,સમય રહેતા તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવતો મોટી દૂર્ઘટના ટળી છે.

આ પ્લેન  હોંગકોંગ જઈ રહ્યું હતું જે એક  કાર્ગો પ્લેન હતું હવાના કારણે પહેલા તિરાડ પડી અને પછી  કાચ ફાટી જતાં ક્રૂ મેમ્બરોએ કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના આજરોજ બપોરે 12 વાગ્યે આસપાસની છે.જ્યારે કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ સાથે જ પ્લેન સંપૂર્ણપણે સુરક્ષિતરીતે લેન્ડ થયું છે.