- સાઉદી અરબ સરકારનો નિર્ણય
- 65થી વધુ વર્ષના લોકો નહી કરી શકે હજયાત્રા
- આ ઉમંરના લોકોની યાત્રા પર લાગવ્યો પ્રતિબંધ
દિલ્હીઃ- મુસ્લિમ ઘર્મના પવિત્ર ગણઆતા સ્થાન મક્કા મદિનામાં વિશ્વભરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ તથા હજયાત્રા કરવા માટે જતા હોય છે. સામાન્ય રીતે ઉમરાહ 15 દિવસની યાત્રા હોય છે જ્યાકે હજ 40 દિવસની યાત્રા હોય છે. જો કે આત્યાર સુધી મોટી ઉંમરના લોકો પણ હજયાત્રા કરી શકતા હતા. ત્યારે હવે હજકરવા માંગતા વૃદ્ધો માટે માટા સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાઉદી અરબની સરકારે હવે 65 કે તેથઈ વધુ વય ઘરાવતા લોકો માટે હજયાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેથી હવે આ ઉંમરના લોકો હજ માટે મક્કા-મદિના શહેર જઈ નહી શકે.
સાઉદી સરકારે શરતો સાથે હજ 2022 માટે કોરોના બાદ લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ હજ કરવા ઇચ્છતા વડીલોની આશા પર પાણી ફરી વળ્યું છે.આ નિર્ણય હેઠળ ઉત્તરપપ્રદેશ રાજ્યમાંથી વૃદ્ધ વર્ગની 300 થી વધુ અરજીઓ રદ કરવામાં આવશે.અહીંની સરકારે હજ માટે નવી માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ હજ કમિટીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુજબ, 20 એપ્રિલ 2022 સુધીમાં 65 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર અરજદારો જ હજ યાત્રા પર જઈ શકશે.
નવી માર્ગદર્શિકા અનુસાર, કોવિડનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો જ અરજદાર હજ યાત્રા પર જઈ શકશે. આ રિપોર્ટ પ્રસ્થાનના 72 કલાક પહેલા જ માન્ય રહેશે. રસીના બંને ડોઝ લેવા પણ જરૂરી છે,
ઉલ્લેખનીય છે કે સાઉગીએ કોરોનાને કારણે બે વર્ષ માટે હજ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બે વર્ષમાં માત્ર સાઉદી અરેબિયાના સ્થાનિક લોકો જ હજમાં ભાગ લઈ શક્યા હતા.
સાઉદીના આ મહત્વના નિર્ણય બાદ આ વખતે હજયાત્રા 2022 માટે દેશભરમાંથી 92,381 અરજીઓ આવી છે. અરજી દરમિયાન કોઈ વય પ્રતિબંધ ન હતો. હવે હજ યાત્રા પર 65 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.