- સાઉદી અરબે તબ્લીગી જમાત પર બેન મૂક્યો
- આતંકવાદનો પ્રવેશદ્રાર ગણાવ્યું
દિલ્હીઃ- વિતેલા દિવસોમાં તબ્લીગી જમાત ખૂબ ચર્ચામાં આવી હતી, કોરોનાકાળામાં પણ દિલ્હી નરકસ પર ભેગા થયેલી જમાતના કારણે કોરોના વકર્યો એવી વાતો એ જોર પકડ્યું હતું અને આ મામલે તપાસ પણ થી હતી ત્યારે ફરી એક વયકત તબ્લીગી જમાત ચર્ચામાં આવી છે જો કે આ વખતે તેનું સંબંધ સીધો મુસ્લિમ દેશ સાઉદી અરબ સાથે છે.
મળતી માહિતી પ્રમાણે સ્સાઉદી અરેબિયાએ સુન્ની મુસ્લિમોના સૌથી મોટા સંગઠનગણાતા તેવા તબલીગી જમાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જમાતને આતંકવાદનું પ્રવેશદ્વાર ગણાવીને તેની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ મામલે સાઉદી સરકારના ઇસ્લામિક બાબતોના મંત્રાલયે આ નિર્ણયને ટ્વિટ કરીને મસ્જિદોને શુક્રવારની નમાજ દરમિયાન સંગઠન વિરુદ્ધ જાગૃતિ લાવવાની સલાહ પણ આપી હતી.
આથી વિશેષ તેમણે જણાવવું જોઈએ કે તબલીગી જમાત સમાજ માટે કેમ અને કેવી રીતે ખતરનાક છે. કોરોનાની શરૂઆત દરમિયાન, તબલીગી જમાત દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં મોટી સંખ્યામાં વિદેશીઓના એકત્ર થવા માટે ચર્ચામાં હતી.ત્યાર હવે જોવું રહ્યું કે સાઉદીના આ નિર્ણયની કેવી અસર પડશે.