દિલ્હી: સાઉદી આરબની એક અદાલતે 22 ઓગષ્ટના રોજ મક્કા સ્થિત ખાના-એ-કાબાના પૂર્વ ઈમામ અને ધર્મ પ્રચારક શેખ સાલેહ અલ-તાલિબને 10 વર્ષની સજા સંભળાવી છે. ખાના-એ-કાબાને હરમશરીફ પણ કહેવામાં આવે છે અને તેને મુસલમાનોના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં માનવામાં આવે છે.
સાઉદી આરબ સરકારે ઓગષ્ટ 2018માં સાલેહ અલ-તાલિબની કોઈ પણ કારણ જણાવ્યા વગર ધરપકડ કરી હતી. અલ-તાલિબ વિભિન્ન સાઉદી કોર્ટોમાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમાં રાજધાની રિયાદની ઈમરજન્સી કોર્ટ અને મક્કાની હાઈકોર્ટ પણ સામેલ છે જ્યાં તેમણે ધકપકડ પહેલાકામ કર્યું હતું.
તેમની ધરપકડ બાદ માનવાધિકાર જૂથો અને વિવિધ સાઉદી અરેબિયા વિરોધી મીડિયા તેમની સજાને ખુત્બા (શુક્રવારની નમાજ પહેલા અથવા ઈદ અને બકરીદની નમાજ પછી આપવામાં આવતો ધાર્મિક ઉપદેશ) સાથે જોડી રહ્યાં છે જેને તેમણે બુરાઈને નષ્ટ કરવાની મહત્વતા વિશે આપ્યો હતો. તે સમયે સાઉદી આરબના એક કર્મચારી યહ્યા એસરીએ જણાવ્યું હતું કે, તેમના દેશમાં એવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે જેઓ ભવિષ્યમાં સંભવિત રીતે સરકાર અને લોકપ્રિય થનારા લોકો પર સવાલ ઉઠાવી શકે છે.
પૂર્વ ઈમામ-એ-કાબાએ ધરપકડ પહેલા એક ખુત્બામાં અત્યાચારી અને તાનાશાહી શાસકો વિરુદ્ધ વાત કરી હતી. જોકે, તેમણે સાઉદી શાહી પરિવારના સદસ્યોનું નામ નહોતું લીધુ. તેમણે સાઉદી અરેબિયાના સુલતાનના અનુગામી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા રાજાશાહીમાં કરવામાં આવેલા સામાજિક પરિવર્તન પર સોશિયલ મીડિયા પર કરવામાં આવતી ટીકાનો પર્દાફાશ કર્યો હતો જેમાં એકે તેને આશ્ચર્યજનક ગણાવ્યું હતું.