Site icon Revoi.in

સાઉદી અરબે ખુલ્લે આમ તાલિબાનને કર્યું સમર્થન, કહ્યું ‘અમને આશા છે કે કાર્યવાહક સરકારના આગમનથી યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને “સ્થિરતા” મળશે

Social Share

દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ વિશ્વના અનેક દેશઓ તાલિબાનીઓની નિંદા કરતા જોવા મળી રહ્યા છે, જો કે હવે સાઉદી અરબે તાલિબાનના શૂરમાં શૂર મિલાવ્યા છે, અફઘાનિસ્તાનમાં નવા તાલિબાન શાસનને પ્રત્યે પોતાની  પ્રથમ પ્રતિક્રીયાના રુપમાં સાઉદી અરેબિયાએ કહ્યું છે કે, અમને આશા છે કે કાર્યવાહક સરકારના આગમનથી યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને “સ્થિરતા” પ્રાપ્ત કરવામાં અને હિંસા અને ઉગ્રવાદને દૂર કરવામાં મદદ મળશે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કહ્યું છે કે, “અફઘાન લોકો દ્વારા તેમના દેશના ભવિષ્ય વિશે, બાહ્ય હસ્તક્ષેપથી દૂર કરેલી પસંદગીઓને” ટેકો આપશે.

સાઉદીની રાજધાની રિયાધમાં એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું કે સામ્રાજ્યને આશા છે કે અફઘાનિસ્તાનમાં કાર્યવાહક વહીવટની રચના “સુરક્ષા અને સ્થિરતા હાંસલ કરવાની હિંસા અને ઉગ્રવાદને નકારી કાઢીને ઉજ્જવળ ભવિષ્યના નિર્દેશન કરવાની દિશામાં પગલું ભરશે. ”

આ સમગ્ર બાબતને લઈને સાઉદીના વિદેશ મંત્રીએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ અને આ ‘મુશ્કેલ સમય’ સાથે વ્યવહારમાં સહાય પૂરી પાડવાનું વચન પણ આપીએ છીએ.