સાઉદી અરેબિયાએ ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પર કોવિડ પ્રતિબંધો હટાવ્યા
દિલ્હી:સાઉદી અરેબિયાએ સોમવારે કોરોના વાયરસના કારણે તેના નાગરિકો પર ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સાઉદી પ્રેસ એજન્સીએ ગૃહ મંત્રાલયના એક સૂત્રને ટાંકીને કહ્યું કે, આ પગલું કોરોના વાયરસની સ્થિતિમાં સુધારા પર આધારિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર, પ્રતિબંધો હટાવતી વખતે વૈશ્વિક મહામારીની સ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા અહેવાલને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.
સમાચાર મુજબ ભારત સિવાય ઈથોપિયા, તુર્કી અને વિયેતનામના પ્રવાસ પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે, સાઉદી અરેબિયાએ કોવિડ -19 ને રોકવા માટે લીધેલા પગલાં પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.તેલથી સમૃદ્ધ દેશે વાર્ષિક હજ યાત્રા માટે હજયાત્રીઓને આકર્ષવાનું શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે,કોરોના હજુ સંપૂર્ણ પણે ગયો નથી પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો-વધારો નોંધાયા રાખે છે.ત્યારે સુદી અરેબિયા દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા તે હવે હટાવી લેવામાં આવ્યા છે.