Site icon Revoi.in

સાઉદી અરેબિયાએ ભારત સહીતના 6 દેશોના પ્રવાસીઓ પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા-જો કે, 5 દિવસ  રહેવું પડશે ક્વોરોન્ટાઈન

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના 10 હજાર જેટલા કેસ નોંધાયા છે તો બીજી તરફ દક્ષિણ આફ્રીકામાં કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે ,તો આ તરફ સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે તે ભારત અને પાકિસ્તાન સહિત છ દેશોના પ્રવાસીઓ પરના પ્રવાસ પ્રતિબંધો હટાવશે, જે કોરોના મહામારીને ફેલાવવા માટે લાદવામાં આવ્યા હતા.

આરબ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે આ સૂચનાઓ હેઠળ, સંપૂર્ણ રસીવાળા સ્થળાંતર કરનારાઓને સીધા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.આ ઉપરાંત, તેઓએ દેશમાં પ્રવેશતા પહેલા તેમના દેશોની બહાર 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં વિતાવવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું છે. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે એક નિર્દેશ જારી કરીને કહ્યું છે કે ફેરફારો 1 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 1 વાગ્યાથી અમલમાં આવશે.

સાઉદીએ હટાવેલા પ્રતિબંધોમાં અરેબિયા ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ, વિયેતનામ, ઇજિપ્ત અને ભારતના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.તેઓને સીધા પ્રવેશની મંજૂરી આપશે. જો કે, આ દેશોમાંથી આવતા લોકોએ સરકારી ખર્ચે સાઉદી અરેબિયામાં પાંચ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે.