Site icon Revoi.in

સાઉદી અરેબિયા બનાવશે એક અનોખું ઊંચાઈ વાળું અને પ્રદૂષણ મૂક્ત નવીનીકરણ ઈર્જાથી સંચાલિત શહેર – જાણો તેની ખાસિયતો

Social Share

વિશ્વભરમાં ઓઈલની ખપત પુરુ પાડતું અરેબિયા દુનિયાની આઠમી અજાયબી બનાવાની તૈયારીમાં લાગ્યું છે. સાઉદી અરેબિયા એક એવું શહેર વસાવવા જઈ રહ્યું છે જે તમે અત્યાર સુધી માત્ર સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ જોયું હશે. આ શહેરની પહોળાઈ માત્ર 200 મીટર હશે, જ્યારે તેની લંબાઈ 161 કિલોમીટર અને ઊંચાઈ 500 મીટર હશે, જેમાં કાંચ લગાવવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ આખું શહેર નવીનીકરણ ઈર્જાથી સંચાલિતકરવામાં આવશે. શહેરને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોમાસ અને હાઈડ્રો પાવરમાંથી ઉત્પન્ન થતી વીજળી પૂરી પાડવામાં આવશે. સાઉદી અરેબિયાએ આ શહેરનું નામ ‘ધ લાઈન’ રાખ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ ભવિષ્યના શહેરને વસાવવાનો પ્રોજેક્ટ છે. પ્રદુષિત દુનિયામાં આ શહેરના નાગરિકોને સ્વચ્છ હવા મળશે. અહીં ધંધા માટે ઓફિસો, બાળકો માટે શાળા-કોલેજ, મનોરંજન માટે પાર્ક પણ ઊભા કરવામાં આવશે.

વિશ્વમાં પ્રથમ વખત ઊંચાઈ તરફ વધતા શહેરનું નિર્માણ થશે. આ શહેરમાં રહેતા નાગરિકો માત્ર 20 મિનિટમાં એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જશે. કારણ કે અહીં હાઇ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે. આ શહેરમાં મકાનોની ઉપર મકાનો બનાવવામાં આવશે. આ શહેરમાં લેયર બાય લેયર ફ્લેટ બનાવવામાં આવશે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાને વર્ષ 2021માં સૌપ્રથમવાર આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. આ શહેરને વસાવવા માટે 39.95 લાખ કરોડનો ખર્ચ થશે. ‘ધ લાઈન’ શહેર કાચની અડધો કિલોમીટર ઉંચી દિવાલોથી ઢાંકવામાં આવશે.

આ શહેરમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન થશે નહીં. આ શહેરમાં 90 લાખ લોકો માટે રહેવાની વ્યવસ્થા હશે. તે સંપૂર્ણપણે વર્ટિકલ એટલે કે સ્ટેન્ડિંગ સિટી હશે. આ શહેરમાં કોઈ રસ્તા નહીં હોય અને કોઈ કાર ચાલશે નહીં. આ શહેર લગભગ 26,500 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સ્થપાશે. જો બધું બરાબર રહ્યું તો વર્ષ 2025 સુધીમાં આ શહેર તૈયાર થઈ જશે.

સાઉદી અરેબિયાની પ્રેસ એજન્સીએ શહેરની ડિઝાઇનની ક્લિપ્સ બહાર પાડી છે. શહેરને આકર્ષક, ભવિષ્યવાદી અને હરિયાળું દર્શાવવામાં આવ્યું છે. ઘરોની છત પર બગીચાઓ બતાવવામાં આવે છે. તેમાં પણ આવો જ નજારો જોવા મળશે.