Site icon Revoi.in

રોકડની તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં સાઉદી અરેબિયા કરશે એક અબજ ડોલરનું રોકાણ  

Social Share

દિલ્હી:સાઉદી અરેબિયા રોકડની અછતગ્રસ્ત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે અહીં એક અબજ ડોલરનું રોકાણ કરશે.સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

સરકારી સાઉદી પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે,કિંગ સલમાને પાકિસ્તાનમાં એક અરબ ડોલરનું રોકાણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

એજન્સીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે,સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને આ જાણકારી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને આપી હતી.

ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ તેમના દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.