સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત,દ્વિપક્ષીય સહયોગ સહીત અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત
- પીએમ મોદીએ સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
- પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે કરી મુલાકાત
- દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા
દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે સ્થાપિત વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના નેજા હેઠળ લેવામાં આવેલી વિવિધ દ્વિપક્ષીય પહેલ પર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ઊર્જા, આઇટી અને સંરક્ષણ ઉત્પાદન જેવા મુખ્ય ક્ષેત્રો સહિત સાઉદી અરેબિયાથી વધુ રોકાણ પ્રાપ્ત કરવા માટે ભારતની આતુરતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સહિત પ્રાદેશિક ઘટનાક્રમ પર દ્રષ્ટિકોણની આપલે કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ કોવિડ -19 રોગચાળા દરમિયાન પ્રવાસી ભારતીયોના કલ્યાણની દેખરેખ રાખવા બદલ સાઉદી અરેબિયાનો વિશેષ આભાર માનીને પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મહારાજા અને ક્રાઉન પ્રિન્સને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.