1. Home
  2. ગુજરાતી
  3. દેવાદાર પાકિસ્તાનની મુસીબતમાં થયો વધારો – સાઉદીએ તેલના સપ્લાય પર  લગાવી રોક
દેવાદાર પાકિસ્તાનની મુસીબતમાં થયો વધારો – સાઉદીએ તેલના સપ્લાય પર  લગાવી રોક

દેવાદાર પાકિસ્તાનની મુસીબતમાં થયો વધારો – સાઉદીએ તેલના સપ્લાય પર  લગાવી રોક

0
Social Share
  • પાકિસ્તાન 3.2 અરબ ડોલર રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું
  • મે મહિનાથી સાઉદીએ પાકિસ્તાનને આપવામાં આવતા તેલનું સપ્લાય અટકાવ્યું
  • વર્ષ 2018મા પાકિસ્તાન એ સાઉદી અરેબિયા પાસેથી 6.2 ડોલરનું દેવું કર્યું હતું
  • કરારમાં પાકિસ્તાનને 3.2 અરબ ડોલરની કિંમતનું તેલ ઉધાર આપવાની જોગવાઈ હતી
  • પાકિસ્તાન સમય મર્યાદા પક્યા બાદ પણ નથી ચૂકવી શક્યું સાઉદીનું દેવું

પાકિસ્તાન દરેક મોરચે પછડાઈ રહ્યું છે, ભારતના અંગત મામલે સતત દખલગીરી કરતા પાકિસ્તાન એ હવે નીચું મો કરવાની વારી આવતા હવે ફરી એકવાર પાકિસ્તાનની પડતી આવી હોય તેમ જોવા મળી રહ્યું છે,મીડિયા રીપોર્ટ પ્રમાણે સાઇદી અરેબિયાના દેવાને પરત કરવાનો પડકાર અને તેલ સંબધી સમજોતાનો સમય પુરો થવાથી હવે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકની સ્થિતિ કથળી રહેલી જોવા મળે તો નવાઈની વાત નહી હોય, અંદાજે મે મહિનાની શરુઆતથી જ પાકિસ્તાનને તેલની આપૂર્તિ કરવામાં આવી રહી નથી, કારણ કે પાકિસ્તાન 3.2 ડોલરની રકમ સાઉદીને ચુકવી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018મા પાકિસ્તાન એ સાઉદી અરેબિયા પાસેથી 6.2 ડોલરનું દેવું કર્યું હતું, આ દેવા પેકેજ હેઠળ પાકિસ્તાનને 3.2 અરબ ડોલરની કિંમતનું તેલ ઉધાર આપવાની જોગવાઈ હતી. જો કે, આ માટેની લેનદેનની સમય મર્યાદા બે મહિના પહેલા જ એટલે કે મે મહિનામાં જ સપામ્ત થઈ ચૂકી છે,અને ફરીથી તેને રિન્યૂ કરવામાં પણ આવી નથી.

એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક એહવાલ મુજબ, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે આ બાબતે 6.2 અરબ ડોલર દેવાને લઈને વર્ષ 2018ના નવેમ્બર મહિનામાં કરાર કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ વિભાગના પ્રવક્તા એવા સાજિદ કાજીએ જણાવ્યું હતું કે,આ કરારની જે સમય મર્યાદા હતી તે સમાપ્ત થઈ ચૂકી છે.વિત્ત વિભાગ દ્વારા આ સુવિધાનું નવીનિકરણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે,તેમણે વધુમાં  કહ્યું કે, સાઉદી અરેબિયાને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે અને તેમના જવાબની અમે રાહ જાઈ રહ્યા છે.

પાકિસ્તાન હંમેશા ભારત વિરોધી રહ્યું છે, હાલ પણ કાશ્મીર મુદ્દે તે સતત ભારતને હેરાન કરવાના કાવતરા ઘડી રહ્યું હતું જો કે, અનેક દેશોએ પાકિસ્તાનને સાથ ન આપતા પાકિસ્તાન એકલું પડ્યું છે, ત્યારે હવે પાકિસ્તાન એવી સ્થિતિમાં આ પડકારનો સામનો કરી રહ્યું છે કે, જ્યારે આઈએમએફ એ છેલ્લા 5 મહિનાથી ટેકનિકલ માધ્યમથી તેમની આર્થિક મદદને અટકાવી છે,આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સાઉદીના દેવાને પરત કરવું કે ચૂકવવું અને તેલ સંબંધી સમજોતાની સમય મર્યાદા પુરી થવાથી પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકની સ્થિતિ ગબડી શકે છે ,કારણ કે આ બેંક સમગ્ર રીતે હાલ તો દેવા પર જ નિર્ભર છે.

પાકિસ્તાનના બજેટના તારણ મુજબ, સરકારના નાણાંકિય વર્ષ 2020-21 ઓછામાં ઓછા 1 અરબ અમેરીકી ડોલનુંર તેલ મળવાની આશા રાખવામાં આવી હતી. પાકિસ્તાને સાઉદી અરેબિયાથી લીધેલા દેવામાંથી એક અરબ ડોલરની કિંમત સમયના ચાર મહિના પહેલા જ ચુકવી દીધી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે બાકીની ચૂકવણી પુરી કરવા માટે પાકિસ્તાન ચીન તરફ નમી રહ્યું છે.કદાચ એટલે જ ચીન અને પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દે એકબીજાને પડખે ઊભા રહેતા જોવા મળે છે,જો કે બન્ને દેશો તમામ મોરચે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code