- સાઉદીના કિંગ નવેમ્બરમાં ભારતની લેશે મુલાકાત
- પીએમ મોદીએ આપ્યું હતુ આમંત્રણ
- પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરશે
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે જ્યારથી દેશના પ્રધાનપદ સંભાળ્યું છે અને સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના અનેક વિદેશ સાથેના સંબંધો સુધર્યા છે,ત્યા સુધી કે મુસ્લિમ દેશો સાથે પણ હવે ભારતના સારા સંબંધો જોવા મળે છે,પરસ્પર હવે અનેક દેશો ભારતની પડખે રહે છે ત્યારે પીએમ મોદીના વિદેશ સાથેના સંબંધોની સફળથા ત્યારે જોવા મળે છે જ્યા વિદેશના અનેક નેતાઓ ભારતની મુલાકાતે પીએમ મોદીના આમંત્રણ પર આવતા હોય છે ત્યારે આવતા મહિને નવેમ્બરમાં સાઉદીઅરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે આવશે.
પ્રિંસ આ મુલાકત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીના આમંત્રણ પર સાઉદી ક્રાઉન પ્રિન્સ નવેમ્બરના મધ્યમાં ભારત આવી શકે છે. ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી જી-20 સમિટ માટે રવાના થશે.
આ સહીત મોહમ્મદ બિન સલમાન 14 નવેમ્બરે વહેલી સવારે ભારત પહોંચશે ઉલ્લેખની છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત વડાપ્રધાનના આમંત્રણ પત્ર પછી થઈ રહી છે, જેને તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા મોકલ્યો હતો.બિન સલમાનની ભારત મુલાકાત પહેલા સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી અબ્દુલ અઝીઝે ભારતની મુલાકાત લીધી હતી.