Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં શીખ અને સિંધી સમાજના ધર્મગુરૂ ગુરૂનાનક સાહેબના 553મો જન્મોત્સવ ઊજવાયો

Social Share

રાજકોટઃ શીખ અને સિંધી સમાજના ધર્મગુરુ ગુરુ નાનકદેવ સાહેબના જન્મોત્સવની  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ધામધૂમથી  ઊજવાયો હતો.  ગુરુ નાનકદેવ સાહેબના 553માં જન્મોત્સવ ની સિંધી સમાજ દ્વારા પ્રકાશ પર્વ તરીકે એક સપ્તાહથી ઊજવણી ચાલતી હતી જેની મંગળવારે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં
​​​​​​​પ્રભાતફેરી, અખંડ પાઠ, પૂજન અર્ચન, કીર્તન સત્સંગ, લંગર પ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમો સાથે ભાવિકો દ્વારા ગુરુ નાનક દેવ સાહેબના જીવન ચરિત્રને યાદ કરીને વાહે ગુરુ વાહે ગુરુના નાદ સાથે જન્મોત્સવને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલા ગુરુ મંદિર, સદર વિસ્તારમાં આવેલા ગુરુ સાહેબનું મંદિર, રામનાથ પરા વિસ્તારમાં આવેલા હર મંદિર સહિત સિંધી મંદિરો અને ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવ સાહેબના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમો દરમિયાન ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી હતી. મંગળવારે વહેલી સવારે ગામેગામ પ્રભાત ફેરીમાં વાહેગુરૂ વાહે ગુરુનો જયનાદ ગુંજયો હતો. ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે  1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલા તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું.
ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને કે જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો હતો.