રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા ડાયાબીટીસની દવાની ટેબ્લેટ બનાવવા માટેની પ્રોસેસ પેર્ટન ફાઈલ કરતા તેને સ્વીકૃતિ આપવા માટે ઈન્ડીયન પેર્ટન ઓફીસ દ્વારા આગામી ટૂંક સમયમાં જ ઈન્સ્પેકશન ક૨વામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દવા બનાવવા માટેની પ્રોસેસ પેર્ટન ફાઈલ થઈ હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી ભવનના વડાએ જણાવ્યું હતું કે આ માટે એક વર્ષ પહેલા જ ઈન્ડીયન પેટર્ન ઓફિસમાં પ્રપોગેલ સબમીટ કરાવી ડાયાબીટીસની દવાની ટેબ્લેટ બનાવવા માટે રિસર્ચ શરૂ ક૨વામાં આવ્યુ હતું. જેમાં ડાયાબીટીસ મેટ ફોર્મન હાઈડ્રોકલોરાઈડની દવામાંથી ટેબ્લેટ માટેના પાર્ટીકલ બનાવવા માટે ફાર્મસી ભવનને સફળતા મળી છે.
આ સંશોધન થકી બે થી ત્રણ પ્રોસેસીંગ સ્ટેપમાંજ ટેબ્લેટ બનાવી શકાય છે. આ પેટર્ન બનાવવા માટેનો તમામ ખર્ચ એસ.એલ.આઈ.પી. એ ઉઠાવેલ આગામી એક માસમાં સૌરાષ્ટ્ર યુનિ. માંથી 12 જેટલી પ્રોસેસ પેટર્ન ફાઈલ કરાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિના ફાર્મસી વિભાગ દ્વારા અવનવા સંશોધનો કરવામાં આવતા હોય છે. દેશમાં અને ગુજરાતમાં હાલ ડાયાબિટિસના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે ડાયાબિટિસની દવા બનાવીને દર્દીઓને ઉપયોગી થાય તે દિશામાં સંશોધન હાથ ધરવામાં આવ્યુ હતું. ડાયાબિટિસની આ દવા માટે પેટન્ટ ફાઈલ કરી દેવામાં આવી છે.