રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલકૂદ રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવના પહેલા જ દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગોળાફેંક બહેનોનો 24.17 મી. મકવાણા કીર્તિના નામે હતો જે 27 વર્ષ બાદ તોડી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 100મી, 200મી, 400મી, 800મી, 1500મી, 2000મી, 10,000મી, 110મી હર્ડલ્સ, 400 મી. હર્ડલ્સ, હાઈ જમ્પ, ત્રિપલ જમ્પ, શોટપુટ, ચક્ર ફેંક, હેમર થ્રો, જવેલીન થ્રો, 4 × 100 રીલે અને 4 x 400મી રીલેમાં ભાઈઓ તથા બહેનોની 19 જેટલી ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં 75 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં 10 હજાર મીટર બહેનોમાં પાટડિયા ભાર્ગવી, ભાઈઓમાં સરવૈયા જયેશ પહેલા નંબરે વિજેતા થયા હતા. જ્વેલીન થ્રોમાં બહેનોમાં રંગાણી દ્દષ્ટિ અને ભાઈઓમાં ધોરિયા વિજય પ્રથમ નંબરે રહ્યા હતા. 100 મીટર દોડમાં ભાઈઓમાં ચોવટિયા હેન્સી જયારે બહેનોમાં પટેલ ગાયત્રી પ્રથમ રહ્યા છે. હાઈ જમ્પમાં બારૈયા કાજલ, શોટ-પુટમાં પાદરીયા ખુશી પ્રથમ ક્રમે વિજેતા થયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલા રમતોત્સવને સફળ બનાવવા માટે યુનિનાસત્તાધિશોએ ભારે જહેમત ઊઠાવી હતી. 75 જેટલી કોલેજોના વિદ્યાર્થી સ્પર્ધકો તેમજ જે તે કોલેજોના સ્પોર્ટ વિભાગના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ રમતોત્સવના પહેલા જ દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગોળાફેંક બહેનોનો 24.17 મી. મકવાણા કીર્તિના નામે હતો જે 27 વર્ષ બાદ તોડી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો હતો. (file phto)