Site icon Revoi.in

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી 30 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના 25 જળાશયોમાં માત્ર 29 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.  હાલમાં મોટા ભાગના ડેમ તળિયા ઝાટક પરસ્થિતિમાં છે.રાજકોટ જિલ્લાના સૌથી મોટા ભાદર ડેમમાં માત્ર 34 ટકા પાણી જ બચ્યું છે. આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતા આ ડેમમાં પાણીનો જથ્થો 45 ટકા જેટલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 12 ડેમમાં માત્ર 2.14 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે જામનગરના 22 ડેમમાં 14 ટકા જપાણીનો જથ્થો બચ્યો છે. જો ચોમાસુ નિયમિત રીતે શરૂ થાય તો પણ પંદર દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે ત્યારે આ જળસકંટ વધારે ઘેરું બને તેવી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં વસવાટ કરતા લોકો તેમજ ખેડૂતોની સ્થિતિ કફોડી થાય તેમ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઝાલાવાડ, અમરેલી સહિત વિવિધ જિલ્લાઓ માટે સૌની યોજના દ્વારા પાણી પહોંચાડવા માટે માંગણી થઈ રહી છે. ગત વર્ષે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદનું પ્રમાણ ઓછું થયું હતું તેથી ભરઉનાળજ અહીં પાણીની ખેંચ વર્તાતી હતી. તો હવે વરસાદ ખેંચાશે તો આ જળસંકટ વધું ધેરું બનશે.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઔરંગા નદીનું જળસ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણી માટે માંગણી થઈ હતી. ગત ચોમાસામાં ખેરગામ અને ધરમપુર તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં લોકોમાં પાણીની જરૂરિતાતને લઈ વર્ષ સારું જવાની આશા બંધાઈ હતી. તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં હવે પાણીના સ્તર ઘટવા માંડતા આસપાસના કિનારા વિસ્તારમાં કૂવા અને બોરના તળ પણ નીચા ગયા છે.