અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ
અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ અંદર પડેલી ત્રણ ભેંસને જોઈ હતી. જો કે, શિકાર કર્યા વિના જ સિંહ પરત ફર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે તળાવમાં ત્રણ ભેંસ હતી, દરમિયાન તળાવના કિનારે સિંહ પાણી પીવા આવ્યો હતો. તેમજ અંદર પડેલી ત્રણ ભેંસને જોઈ હતી. થોડો સમય સિંહ ભેંસને દૂરથી જોઈ રહ્યો હતો. જે બાદ સમય બાદ સિંહ પરત ફર્યો હતો. પાણીમાં શિકાર કરવો સિંહ માટે મુશ્કેલ હોય છે. જેથી વનરાજ શિકાર કર્યા વિના જ પરત જતો રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. વીડિયો લીલીયાના ક્રાંકચ અથવા બગસરાના ચારણ પીપળી ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં સાવજો જોવા મળે છે. શિકારની શોધમાં સાવજો જંગલ વિસ્તારના આસપાસના વિસ્તારમાં જાય છે. અગાઉ ગીર જંગલ વિસ્તારમાં સાવજોની પજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા.