સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી
આજે 3 જાન્યુઆરીએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા.
તેઓ 9 વર્ષના હતા ત્યારે 13 વર્ષિય જ્યોતિરાવ ફુલે સાથે તેમના લગ્ન થયાં હતા. જે સમયે સાવિત્રીબાઈ ફુલેના લગ્ન થયા ત્યારે તેઓ ભણતા ન હતા. જ્યારે તેમના પતિ ધો-3માં અભ્યાસ કરતા હતા. જ્યારે તેઓ ભણવાનું સ્વપ્ન જોતા હતા ત્યારે સમાજમાં દલિતો સાથે ભેદભાવ થતો હતો. એક દિવસ સાવિત્રીજી અંગ્રેજીનું એક પુસ્તકના પેજ ફેરવતા હતા ત્યારે તેમના પિતાએ આ દ્રશ્ય જોયું હતું. તેઓ દોડીને દીકરી પાસે ગયા હતા અને પુસ્તક આંચકીને ફેંકી દીધી હતી. આ પાછળ એવુ મનાતું હતું કે, અભ્યાસનો હક્ક માત્ર ઉચ્ચ જ્ઞાતિના પુરુષોને મળતો હતો. દલિતો અને મહિલાઓને શિક્ષણ ગ્રહણ કરવુ પાપ હતું. આ ઘટના બાદ સાવિત્રીજીએ પુસ્તક પરત લઈને પ્રતિજ્ઞા લીધી કે કંઈ પણ થઈ જાય તેઓ અભ્યાસ કરશે.
સાવિત્રીજી જ્યારે સ્કૂલે જતા ત્યારે લોકો તેમને પથ્થર પણ મારતા હતા. તેમજ ગંદકી તેમના ફેંકતા હતા. જો કે, તમામ પડકારોનો સામનો કરોને સાવિત્રીજીએ એ સમયે સ્કૂલ ખોલી હતી. આ સમયમાં બાળકીના અભ્યાસને યોગ્ય માનવામાં આવતું ન હતું. પોતાની ઈચ્છાશક્તિ અને મહેનતથી તેમણે દીકરીઓ માટે એક-બે નહીં પરંતુ 18 સ્કૂલો ખોલી હતી. વર્ષ 1948માં મહારાષ્ટ્રના પૂર્મેમાં દેશની પ્રથમ બાલિકા સ્કૂલની સ્થાપના થઈ હતી. સાવિત્રીબાઈ ફુલેને પતિએ પણ મદદ કરી હતી.
સાવિત્રીજીએ સમાજમાં પ્રચલિત એવી કુપ્રથાઓનો વિરોધ કર્યો જે સામાન્ય રીતે મહિલાઓના વિરોધમાં હતી. તેમણે સતી પ્રથા, બાળ વિવાહ અને વિવિધ વિવાહના વિરોધની સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમજ અંતિમ શ્વાસ સુધી તેઓ આ માટે લડતા રહ્યાં હતા. સાવિત્રીબાઈનું નિધન 10 માર્ચ 1897માં થયું હતું.