બકેટ સાઈઝનું વોશિંગમશીન જોયું છે? નથી જોયુ? તો આ રહ્યું જૂઓ અને જાણો તેના ફાયદા
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજી જે રીતે વધી છે તેને લઈને હવે તો એવું કહી શકાય કે હે ભગવાન.. શું જમાનો આવ્યો છે અને હજુ પણ હવે કેવો આવશે. પહેલાના સમયમાં લોકો ઘસી ઘસીને કપડા ધોતા હતા, ક્યારેક થાકી જતા હતા પણ હવે દિવસેને દિવસે ટેક્નોલોજી વધી રહી છે તેમ માણસોનું કામ ઓછું થઈ રહ્યું છે. ટેક્નોલોજીની દુનિયામાં હવે બકેટ સાઈઝનું વોશિંગમશીન પણ બજારમાં આવી ગયું છે જેને જોઈને સૌ કોઈ કહે છે કે અરે વાહ..
જે લોકો એકલા રહે છે અથવા અન્ય શહેરોમાં નોકરી કરે છે, તેઓ વોશિંગ મશીન ખરીદવાને બદલે હાથથી કપડાં ધોવે છે તે લોકો એક પોર્ટેબલ વોશિંગ મશીન ખરીદી શકે છે. Hilton 3 kg Semi-Automatic Top Loading Washing Machine એક ડોલ જેટલું નાનું છે અને તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકો છો. આ સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન 3 કિલોની ક્ષમતા સાથે આવે છે અને તમે એક સમયે પાંચથી છ કપડાં ધોઈ શકો છો.
જો વાત કરવામાં આવે કિંમતની તો ડ્રાયર બાસ્કેટ સાથે આવતા વોશિંગ મશીનની કિંમત 5,999 રૂપિયા છે, પરંતુએમેઝોન પરથી 4,590 રૂપિયામાં ખરીદી શકાય છે, જેમાં ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઑફર્સનો સમાવેશ થાય છે. તે પ્લગ ઇન કરીને સરળતાથી વાપરી શકાય છે, તે અત્યંત હલકુ છે અને ઓટોમેટિક પાવર ઓફની સુવિધા પણ છે. આ રીતે, તે વીજળીની બચત પણ કરે છે.