Site icon Revoi.in

હેલ્ધી અને ફીટ રહેવા ખાંડને કહો ‘ના’, અપનાવો નેચરલ સુગર

Social Share

એવુ કહેવાય કે જ્યારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય અથવા સાવ ઓછું થઈ જાય ત્યારે વ્યક્તિને અશક્તિ આવી જતી હોય છે. વ્યક્તિના શરીરમાં સુગર હોય તો તેના શરીરમાં એનર્જી બની રહે છે, લોકો આ કારણોસર સુગરને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે પરંતું કેટલીક પ્રોડક્ટસ એવી પણ છે કે જે નેચરલ સુગર આપે છે અને તેનાથી હેલ્ધી અને ફીટ પણ રહી શકાય છે.

લોકોએ આ માટે ડાયટમાં ફેરફાર કરવો જોઈએ અને ખજૂર ખાંડનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. તમે તેનો કુદરતી સ્વીટનર તરીકે ઉપયોગ કરી શકો છો. આ ખજૂર ખાંડ સૂકા ખજૂરમાંથી બનાવવામાં આવે છે.

આ ખાંડ નારિયેળમાંથી બનાવવામાં આવે છે. આ ખાંડ શુદ્ધ નથી. આ ખાંડ નાળિયેરના ઝાડના રસમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં આયર્ન, ફાઈબર, ઝિંક, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ ખાંડ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ ચાસણી મેપલના ઝાડના રસમાંથી બનાવવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તમે તેને પેનકેક, ઓટ્સ, ગ્રાનોલા અને મ્યુસ્લીમાં પણ ઉમેરી શકો છો.

આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમસ્યા જણાય તો તેણે તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.