- SBIએ ગ્રાહકો માટે જાહેર કર્યો એક નંબર
- બેંકમાં લોકોની ભીડમાં થશે ઘટાડો
- બેંકના કામ થશે હવે એક કોલ પર
દિલ્લી: દેશમાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેમ તમામ સેક્ટર ઓનલાઈન કામગીરી તરફ વળ્યા છે. આવા સમયમાં SBIએ પણ પોતાના ગ્રાહકોને બેંકમાં આવાની તક્લીફ ન પડે તે માટે કોન્ટેક્ટલેસ સર્વિસની શરૂઆત કરી છે. હવે SBIના દરેક ગ્રાહકોના કામ માત્ર એક ફોન-કોલ પર થઈ જશે.
SBIએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે અને ટ્વીટમાં લખ્યું છે કે, ‘ઘરે સલામત રહો, અમે તમાને સેવા આપવા માટે અહિંયા છે. એસબીઆઈ તમને સંપર્ક વિનાની સેવા પૂરી પાડે છે જે તમને તમારી તાત્કાલિક બેંકિંગ આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં સહાય કરશે. અમારા ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર ફોન કોલ કરી શકાશે.
એસબીઆઈ દ્વારા ટ્વિટમાં એક વીડિયો પણ અટેચ કરવામાં આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે આ નંબર પર ગ્રાહકોને કેટલી સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. વીડિયો અનુસાર, તમે નવા એટીએમ, એકાઉન્ટ બેલેન્સ અને છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન, એટીએમ બંધ કરવા અથવા ચલાવવા, એટીએમ પિન અથવા ગ્રીન પીન ઉત્પન્ન કરવા માટે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો.