- એસબીઆઈ બેંકે લોન પર વધાર્યું વ્યાજ
- આજથી આ નવા દરો થશે લાગૂ
દિલ્હીઃ- દેશભરમાં કેટલીક બેંકો દ્રારા વ્યાજના દરોનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ 15 ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને આ ઝટકો આપ્યો છે.
એસબીઆઈ બેંકે એ તેના માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દર એટલે કે એમસીએલઆર માં તમામ કાર્યકાળ માટે 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે સામાન્ય લોકોના બજેટ પર ભારલ પડે તો નવાઈની વાત નહી હોય એટલે કે હવે બેંકમાંથી લોન લેવી મોંઘી થશે.
આ સાથે જ આ બેંકના નવા દર 15 ફેબ્રુઆરી, 2023થી એટલે કે આજથી અમલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ વધાર્યા બાદ ઘણી બેંકોએ એમસીએલઆર વધાર્યો છે.વધારે પડતી ગ્રાહક લોન એક વર્ષના માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દર પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં આ દર વધવાથી પર્સનલ લોન, ઓટો અને હોમ લોન મોંઘી થવાની સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળે છે.