- દેશભરમાં એસબીઆઈનું સર્વર થયું ડાઉન
- યૂઝર્સ મુશ્કેલીમાં મૂકાયા
દિલ્હી – દેશમાં અનેક વખત ઘણા ક્ષેત્રની કાર્યશૈલીમાં બાધાઓ ાવતી હોય છએ જોડિજિટલ રીતે વાત કરીએ તો બેંકમાં સર્વર થવાની ઘટના બનતી હોય છે ત્યારે આજરોજ જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું છે.
એસબીઆઈ બેંકનું સર્વર ડાઉન થવાના કારણે લાખો યુઝર્સ પરેશાન છે. આ સર્કાવર ડાઉન થવાના લીધે લેન દેનના વ્યવહારો ખોરવાતા અનેક લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આવી સ્થિતિમાં યૂઝર્સ રોષે ભરાયા છે અને નારાજ થઈને સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. લગભગ 1 વાગ્યેને 10 મિનિટ બાદ આ સર્વર ડાઉન થયું છે.
જાણકારી પ્રમાણે બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નેટ બેંકિંગ UPI અને YONO સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે લાખો યુઝર્સ પરેશાન છે. કારણ કે તેઓ વ્યવહારો કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ નારાજ થઈ રહ્યા છે આ અગાઉ 1 એપ્રિલના રોજ, વાર્ષિક બંધ પ્રવૃત્તિને કારણે SBI / YONO / UPI સેવાઓ લગભગ સાડા ત્રણ કલાક માટે બંધ રહી હતી. આ પછી, 3 એપ્રિલ પછી, આજે એક મહિનામાં ત્રીજી વખત છે કે જ્યારે એસબીઆઈનું સર્વર ડજાઉન થયું છે.