દિલ્હીમાં વહીવટી સેવાઓ અંગે SCનો નિર્ણય, કેજરીવાલ સરકારને મળ્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર
- દિલ્હીના બોસ બન્યા કેજરિવાલ સરકાર
- વહિવટ સેવાનો નિર્ણય દિલ્હી સરકાર લઈશકશે -સુપ્રિમ કોર્ટનો નિર્ણય
દિલ્હીઃ- આજરોજ ગુરુવારે દિલ્હી સરકારને લઈને મહત્વનો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યા છે,જે પ્રમાણે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય સંભાવ્યો છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીની વહીવટી સેવાઓના નિર્ણય લેવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો અને કહ્યું કે દિલ્હી સરકારને અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર રહશે. ચુકાદો સંભળાવતા પહેલા સીજેઆઈએ કહ્યું કે આ નિર્ણય તમામ જજોની સહમતિ બાદ જ લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સંબંધિત સત્તાઓ કેન્દ્ર પાસે જ રહેશે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે અન્ય વિધાનસભાની જેમ દિલ્હી વિધાનસભાના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. લોકશાહી અને સંઘીય માળખા માટે આદર સુનિશ્ચિત કરવો આવશ્યક છે. જો કે કોર્ટે કહ્યું કે, આર્ટિકલ 239એએ દિલ્હી વિધાનસભાને અનેક અધિકાર આપે છે, પરંતુ કેન્દ્ર સાથે સંતુલન રાખવામાં આવ્યું છે. દિલ્હીની બાબતોમાં પણ સંસદની સત્તા છે.
દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલોનો સામનો કરવો જરૂરી છે. આ સિવાય તેમણે કહ્યું કે આ મામલો માત્ર સેવાઓ પર નિયંત્રણનો છે.આમ રાજધાની દિલ્હીમાં વહીવટી સેવાઓના નિયંત્રણને લઈને આમ આદમી પાર્ટી સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદનો છેવટે અંત આવ્યો છે.
વધુમાં CJIએ કહ્યું કે ચૂંટાયેલી સરકારને વહીવટ ચલાવવાની સત્તાઓ મળવી જોઈએ, નહીં તો સંઘીય માળખાને મોટું નુકસાન છે.પોતાની ફરજ માટે તૈનાત થયેલા અધિકારીઓએ મંત્રીઓની વાત સાંભળવી જોઈએ.સિસ્ટમમાં બહુ મોટી ખામી છે. તેમણે ચૂંટાયેલી સરકારમાં વહીવટી તંત્ર હોવું જોઈએ. જો ચૂંટાયેલી સરકાર પાસે આ અધિકાર નથી, તો જવાબદારીની ત્રિવિધ સાંકળ પરિપૂર્ણ નથી.આમ દિલ્હી સરકારની આ વિવાદ સામે જીત થઈ છે.