Site icon Revoi.in

ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, એકસાથે મળ્યા બે આંચકા

Social Share

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી મામલામાં લોકસભામાંથી હકાલપટ્ટી વિરુદ્ધ ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ છે. લોકસભામાંથી હાંકી કઢાયેલા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની અભિષેક મનુ સિંઘવીની બંને અપીલ ઠુકરાવી દીધી. મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી પોતાની હકાલપટ્ટીને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલાની જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની ખંડપીઠ સુનાવણી કરી રહી છે.

આના પહેલા મહુઆ મોઈત્રાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે મહુઆ મોઈત્રાને માત્ર પોતાનું લોગિન આઈડી શેયર કરવાના કારણે બરતરફ કરવામાં આવ્યા છે. લાંચના આરોપો પર ધ્યાન આપવું પડશે. સિંઘવીએ કહ્યુ છે કે હું 18 વર્ષ સુધી સાંસદ રહી. કોપણ વ્યક્તિ ઓપરેટ કરવા માટે માત્ર પાસવર્ડ આપી શકતો નથી, એક ઓટીપી પણ માત્ર તેની પાસે આવે છે. આ પાસવર્ડને શેયર કરવાની વિરુદ્ધ કોઈપણ નિયમ વગર હાંકી કાઢવામાં આવ્યા. જે નિયમ લાગુ છે, તે હેકિંગ સાથે સંબંધિત છે.

સિંઘવીએ કહ્યુ છે કે આ વાસ્તવમાં એક સાંસદના આરોપો પર આધારીત છે. વિરોધાભાસો છતાં મને ચર્ચા કરવાની મંજૂરી મળી નથી. તેમણે આગળ કહ્યુ છે કે શું આવા મામૂલી આધાર પર કોઈ સાંસદને હાંકી કાઢી શકાય છે? ઓટીપીને મેં પોતાના નોમિની સદસ્યને જ શેયર કર્યું હતું. તેના પછી સુપ્રીમ કોર્ટે મહુઆ મોઈત્રાની અરજી પર લોકસભા સેક્રેટરી જનરલ પાસે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

મહત્વપૂર્ણ છે કે મહુઆ મોઈત્રાને 8 ડિસેમ્બરે રજૂ કરવમાં આવેલી કેશ ફોર ક્વેરીમાં એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા બાદ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહુઆ મોઈત્રાના કારોબારી દર્શન હીરાનંદાની સાથે કથિતપણે ભેંટ લેવાના બદલામાં સવાલ પુછવા અને તેમની સાથે સંસદની વેબસાઈટની લોગ ઈન આઈડી અને પાસવર્ડ શેયર કરવા માટે અનૈતિક આચરણના દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 8 ડિસેમ્બર, 2023ના રોજ લોકસભાની તેમની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમણે પોતાની બરતરફીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ મામલે હવે 3 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.