Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવાની માગણી કરતી અરજી ફગાવી

Social Share

સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી છે. આમ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેન્સર બોર્ડે હજી સુધી ફિલ્મને પ્રમાણપત્ર જાહેર કર્યું નથી. આ ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે આ ફિલ્મ ચૂંટણી આચાર સંહીતાનો ભંગ કરી શકે છે કે નહીં.

આ અરજી કોંગ્રેસના કાર્યકર્તા અમન પવારે દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી નામંજૂર કરાયા બાદ કહેવાઈ રહ્યુ હતું કે હવે નરેન્દ્ર મોદીની બાયોપિકના રિલીઝ થવાનો માર્ગ મોકળો બન્યો છે. સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની શક્યતા છે.

આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે આ અરજી પર આદેશ પારીત કરવાનો ઈન્કાર કર્યો હતો અને આગામી સુનાવણી માટે આજનો દિવસ નિર્ધારીત કર્યો હતો. એક દિવસ પહેલા અદાલતે અરજદારને સવાર કર્યો હતો કે તે પ્રમાણ રજૂ કરીનેજણાવે કે તેમને ફિલ્મમાં શું વાંધાજનક લાગ્યું. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજદાર અમન પવારને કહ્યું હતું કે તેઓ સ્પષ્ટ કરે કે પીએમ નરેન્દ્ર મોદીમાં શું દર્શાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પવારને પુછયું હતું કે ફિલ્મ જોયા વગર આચાર સંહીતા ઉલ્લંઘનની વાત કેવી રીતે કહી શકાય છે.