શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ કોણ છો, તમારી અરજી ઉપર વિચાર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને શિવસેનાની સંપત્તિ મામલે મોટો ઝટકો આપ્યો છે.
શિવસેનામાં એકનાથ શિંદે પોતાના સમર્થકો સામે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. તેમજ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની એનસીપી, કોંગ્રેસ તથા ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે મોરચો માંળ્યો હતો. એટલું જ નહીં એકનાથ શિંદેએ ભાજપા સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથનું શાસન છે. શિંદે જૂથને બળવાને પગલે શિવસેનાએ જે તે સમયે ભાજપા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ મહાવિકાસ અઘાડી સામે પણ અનેક સવાલો ઉભા થયાં હતા. શિવસેનાના અનેક ધારાસભ્યો એકનાથ શિંદેના સમર્થનમાં બળવો કર્યો હતો. શિવસેનાનું ચૂંટણી ચિન્હ એકનાથ શિંદે જુથ પાસે છે. બીજી તરફ શિવસેનાની સંપત્તિને મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સંપત્તિ મુદ્દે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં શિવસેનાની સંપત્તિ શિંદે જૂથને સોંપાવની માંગણી કરવામાં આવી હતી.