1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવાળીમાં ઘરાકીનો લાભ લઈને ફેક ચલણી નોટો વટાવવાનું કૌભાંડ
દિવાળીમાં ઘરાકીનો લાભ લઈને ફેક ચલણી નોટો વટાવવાનું કૌભાંડ

દિવાળીમાં ઘરાકીનો લાભ લઈને ફેક ચલણી નોટો વટાવવાનું કૌભાંડ

0
Social Share
  • નકલી નોટો વટાવતા બે શખસોને બાપુનગર પોલીસે દબોચી લીધા,
  • 500ના દરની 7 નોટો અને 100ના દરની 529 નકલી નોટો મળી,
  • રાજસ્થાનથી નકલી નોટો મોકલવામાં આવતી હતી.

અમદાવાદ: દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી હાલ બજારોમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક શખસો ચલણી ફેક નોટો વટાવી દેતા હોય છે. કારણ કે ઘરાકી વધુ હોવાને લીધે વેપારીઓ ચલણી નોટોની પુરતી ચકાસણી કરતા નથી. અને ઠગ લોકો આસાનીથી ફેક નોટો વટાવી દેતા હોય છે. બજારમાં નકલી નોટો વટાવતા બે આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓનો રાજસ્થાનથી નકલી નોટો લાવી છૂટકમાં અમદાવાદની બજારમાં આ નકલી નોટ ફરતી કરતા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનારા બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, બે ઈસમો પાનના ગલ્લા પર અને દુકાનોમાં જઈને  નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા. જેમાં નિકોલના ઇન્દ્ર ભૂષણ સીતારમણ ત્રિપાઠી નામના યુવકને પકડી તપાસ કરતા તેની પાસેથી ₹ 500 ના દરની સાત ચલણી નોટો તેમજ સો રૂપિયાના દરની 529 જેટલી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શહેરના ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા રાકેશ ભગવાન રામ નામના યુવકે તેને આ નકલી ચલણી નોટો આપી હતી અને બજારમાં વટાવવા માટે મોકલ્યો હતો. પોલીસે રાકેશ રામની પણ ધરપકડ કરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, નકલી ચલણી નોટોના કારોબારમાં આરોપી ઇન્દ્ર અને રાકેશ રામ  ચલણી નોટો રાજસ્થાનના રફીક નામના આરોપી પાસેથી લાવ્યા હતા. રફીકે આ નકલી નોટો રાજસ્થાનથી પાર્સલમાં અમદાવાદ મોકલી હતી. રફીકે રૂ 1.10 લાખની નકલી નોટની સામે 25 હજાર રૂપિયા મેળવ્યા હતા. આરોપીઓ સૌથી વધુ રૂ 100 ની નકલી નોટ છૂટક ચીજવસ્તુ લઇ દુકાનો પર વટાવાતા હતા. બને આરોપી આ લાખ રૂપિયાની નકલી નોટો દિવાળીના સમયે છૂટક બજારમાં વટાવવાની શરૂઆત કરી હતી, પણ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. આરોપીઓ ક્યાં ક્યાં આ નકલી નોટો વટાવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર રફીકની શોધખોળ શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code