આપના ફોનમાં વાયરસ છે કે નહીં, કોઈ પણ સોફ્ટવેર વિના કરો સ્કેન
આપના ફોનમાં વાયરસ છે કે નહીં, કોઈ પણ સોફ્ટવેર વિના કરો સ્કેન
વિશ્વભરમાં 3.6 બિલિયનથી વધુ Android વપરાશકર્તાઓ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ઓછા બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીના સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ છે. આ કારણોસર, એન્ડ્રોઇડ યુઝર્સ સ્કેમર્સના નિશાના પર રહે છે જેઓ માલવેર વગેરેની મદદથી વપરાશકર્તાઓના ડેટા અને માહિતીની ચોરી કરે છે.
એન્ડ્રોઇડની એક મોટી સમસ્યા એ છે કે તમે તેમાં એપ્સને સાઇડ લોડ કરી શકો છો એટલે કે થર્ડ પાર્ટી સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શકો છો અથવા તો એપીકે ફાઇલ પણ ઇન્સ્ટોલ કરી શકો છો પરંતુ iPhone સાથે આ સુવિધા ઉપલબ્ધ નથી.
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની પેરેન્ટ કંપની ગૂગલ આ સમસ્યાથી વાકેફ છે અને તેથી તેણે એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ફોન સ્કેન કરવાની સુવિધા આપી છે. યુઝર્સ આ રીતે ફોનને સ્કેન કરીને માલવેર કે વાયરસને શોધી શકે છે. તમે તમારા ફોનમાં કોઈપણ એન્ટિવાયરસ એપ ઇન્સ્ટોલ કર્યા વિના માલવેરને સ્કેન કરી શકો છો. ચાલો જાણીએ પદ્ધતિ…
- જાણો તમારા ફોનમાં વાયરસ છે કે નહીં
તમારો ફોન અનલોક કરો.
ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ.
જમણી બાજુના ખૂણામાં દેખાતા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.
હવે Play Protect પર ક્લિક કરો.
આ પછી “સ્કેન” વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી, માત્ર બે મિનિટમાં ગૂગલ પ્લે સ્ટોર તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બધી એપ્સને સ્કેન કરશે અને શંકાસ્પદ એપ્સ વિશે માહિતી આપશે.