Site icon Revoi.in

યૂરોપીયન યૂનિયન દેશોમાં કોરોના વેક્સિનની અછત – વધતા સંક્રમણને લઈને મોડર્ના વેક્સિનને આપી મંજુરી

Social Share

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાૈયેલો જોવા મળી રહ્યો છે, અનેક દેશોમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો ગ્રાફ ઉપરની તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે વિશ્વના દેશો કોરોના વાયરસને રોકવા માટે  વેક્સિન ખરીદવાની તૈયારીમાં છે. તે જ સમયે, યુરોપિયન યુનિયનના દેશો કોરોના સંક્રમણના ઉચ્ચ દર અને ધીમી રસીકરણની પ્રક્રિયા સામે  સંઘર્ષ કરી રહ્યા છે.

યૂરોપીયન સંઘના નેતાઓએ રસીકરણની ધીમી ગતિને લઈને થઈ રહેલી ટીકા વચ્ચે, તેમના 45 કરોડ  લોકોને કોરોના જેવા જોખમી રોગચાળાથી છુટકારો મેળવવા માટે મોડર્નાની વેક્સિનને બુધવારના રોજ મંજૂરી આપી છે. આ મામલે યુરોપિયન યુનિયનએ યુકે અને યુએસને પાછળ પાછળ પછાડ્યુ છે. ફાઇઝર-બાયોનેટકેકની કોરોના રસીને યુરોપિયન યુનિયનની ડ્રગ એજન્સી દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી હતી.

એક ત્રીજી વેક્સિન ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કે, જેને  યુકેમાં પહેલેથી જ ઉપયોગમાં લેવાય રહી છે, હાલમાં યુરોપિયન યુનિયનમાં તેની સમીક્ષા ચાલી રહી છે, જ્યારે યુકેને મોડર્નાની વેક્સિનને  મંજૂરી આપવાની ઉતાવળ નથી કારણ કે તે માર્ચ – જૂન સુધી પહોંચવાની અપેક્ષાઓ નથી.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેન એ કહ્યું કે, ‘યુરોપિયન યુનિયન ટૂંક સમયમાં મોડર્ના  વેક્સિન મળી જશે ,ઘણા દેશોમાં આ રસી ઉપલબ્ધ થાય તે માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. ‘

આ નિર્ણયને મંજૂરી આપવા માટે એજન્સીની બુધવારે બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય  લેવામાં આવ્યો હતો. યુરોપના ઘણા દેશોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે આ બેઠક મળી હતી. આ સિવાય ધીમી ગતિએ થઈ રહેલા રસીકરણને કારણે પણ તેઓને ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. મોડર્નાની રસીની મંજૂરી પછી, એવું માનવામાં આવે છે કે આ દેશોને કોરોના મહામારી સામે લડત આપવામાં ઘણી મદદ મળી રહેશે