Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ડરાવતો કોરોના – માત્ર એક દિવસમાં જ નોંધાયા 1,913 કેસ, મુંબઈમાં સૌથી વધુ

Social Share

મુંબઈઃ- દેશભરમાં કોરોનાના 10 હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યા છે ત્યાર ેદેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધુ જોવા મળતા હતા ત્યાર બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો દર વધતો જોવા મળે છે,જે પ્રમાણે માત્રે એક જ દિવસમાં કુલ 1 હજાર 913 કોરોનાના કેસ નોંધાયા હતા.

બુધવારે નોંધાયેલા આ 1 હજાર 913 નવા  કેસ  સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 80,89,389 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી.આ સાથે જ જણઆવ્યું કે આ સમાન સમયગાળા દરમિયાન કોરોનાના 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.આ સાથે જ કોરોનાથી  સાજા થવાનો દર 98.01 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.83 ટકા છે.

આ પહેલા  મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1 હજાર 910 કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા. સંક્રમણના નવા કેસોમાં, મુંબઈ ક્ષેત્રમાં સૌથી વધુ 1 હજાર 320 નવા કેસ નોંધાયા છે. આ પછી, પુણેમાં કોરોના વાયરસના ચેપના 309 નવા કેસ નોંધાયા છે. નવી મુંબઈ વિસ્તારમાં એક દર્દીનું મોત થયું છે. 

આરોગ્ય વિભાગના ડેટા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજાર 913 લોકો કોરોનાથી સાજા પણ  થયા છે. આ સાથે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 79,28,603 થઈ ગઈ છે. રાજ્યમાં  સક્રિય કેસોની સંખ્યા હાલમાં 12 હજાર 578 છે