Site icon Revoi.in

હિમાલ પ્રદેશમાં વરસાદના કારણે સર્જાયા તબાહીના દ્રશ્યો, અનેક લોકોએ ગુમાવ્યા જીવ

Social Share

શિમલાઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જો ખાસ કરીને પહાડી રાજ્યો વિશે વાત કરીએ તો અહી અવિરત વરસી રહેલા વરસાદે સામાન્ય જનજીૃવન પર માઠી અસર પહોંચાડી છે ,જો હિમાચલ પ્રદેશની લાત કરીએ તો ભારે વરતાદના કારણે ઠેર ઠેર નદી નાળઆઓ છલકાય ગયા છએ તો ભૂસ્ખલનની ઘટનાઓ પમ બની છે જેમાં 7- થી વઘુ લોકોએ અત્યાર સુઘીમાં પોતાના જીવ ગુમાવ્યા છે,.તો અનેક ઘરોને નુકશાન થયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 71 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ એ પર્વત જેવો પડકાર છે.

હિમાચલ પ્રદેશમાં કુદરતે એટલી હદે તબાહી મચાવી છે કે પ્રવાસન માટે પ્રખ્યાત આ રાજ્યનું ચિત્ર બદલાઈ ગયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે ડઝનેક મકાનો ધરાશાયી થયા છે. વહેતી નદીઓએ ઘરો અને ઓફિસો તેમજ રસ્તાઓ અને અન્ય સંસ્થાઓનો નાશ કર્યો હતો. વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવિષ્ટ કાલકા-શિમલા રેલ્વે લાઇનને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું. ઉગ્ર સ્વભાવ સામે લાચાર લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.

નાલાગઢ સબ ડિવિઝનમાં પણ વરસાદે તબાહી મચાવી છે. નાલાગઢ સબ-ડિવિઝન હેઠળના પહાડી વિસ્તારમાં છેલ્લા દિવસોથી અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. પહાડી વિસ્તારના લોકોના મકાનો ધરાશાયી થવાના આરે આવી ગયા છે.

જો આ બબાતે મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો, શિમલામાં સમર હિલ પાસે શિવ મંદિરના કાટમાળમાંથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેની સાથે વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા 57 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

બીજી તરફ શહેરોને જોડતા અનેક માર્ગો ભૂસ્ખલનના કારણે અવરોઘિત બન્યા છે માહિતી અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 800 રસ્તાઓ બ્લોક છે અને 24 જૂનથી ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 7,200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ અગાઉ, જુલાઈમાં, મંડી, કુલ્લુ અને શિમલા સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો. નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ કેન્દ્રને હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને ક્ષતિગ્રસ્ત માળખાના રાહત અને સમારકામ માટે રૂ. 2,000 કરોડનું ભંડોળ મુક્ત કરવા વિનંતી કરી છે.

મુખ્ય સચિવે  જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 71 લોકોના મોત થયા છે અને 13 હજુ પણ લાપતા છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આ વરસાદી આફતથી રાજ્યમામં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હમાણા સુધી સમર હિલમાંથી 13, ફાગલીમાંથી પાંચ અને કૃષ્ણા નગરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સોમવારે શિવ મંદિરમાં થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે હજુ 10 વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.