આસામમાં પુર બાદ સર્જાયા તબાહીના દ્રશ્યો – 20 જેટલા જીલ્લા અસરગ્રસ્ત
- આસામમાં અવિરત વસરાદની પુરની સ્થિતિ
- 20 જીલ્લાના 2 લાખ લોકો પ્રભાવિત
દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં હાલ પણ ગરમી ચાલી રહી છએ તેવી સ્થિતિમાં આસામ રાજ્યમાં લરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે પુર બાદ આસામના 20 જીલ્લાના લાખો લોકો તેનાથી પ્રભાવીત થાય છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આસામમાં સતત વરસતા વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી રહી છે.જેથી 20 જિલ્લામાં લગભગ 2 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.વિતેલા દિવસે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી હતી કે દિમા હાસાઓ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં ભૂસ્ખલનને કારણે રેલ અને માર્ગ સંપર્ક તૂટી ગયો હતો, વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી છે આ સાથે જ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને સાત જિલ્લામાં સ્થાપિત લગભગ 55 રાહત શિબિરોમાં રાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 32,959 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. તે જ સમયે, અસરગ્રસ્ત વિસ્તારોમાં 12 રાહત વિતરણ કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે આસામના કચર જિલ્લામાં પુરની સ્થિતિથી બે લોકોના મોત પણ થયા છે.જ્યારે દિમા હાસાઓમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત નોંધાયા છે.
આ મામલે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બુલેટિન જણાવાયું છે કે અંદાજે 2 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં મોટાભાગના લોકો હોજાઈ અને કચરમાં પ્રભાવિત થયા છે.