- સ્કુલ બસમાં શોર્ટ-સરકીટથી આગ લાગ્યનું અનુમાન,
- ફાયર બ્રિગેડે દોડી આવીને આગ કાબુમાં લીધી,
- બાળકોને અન્ય વાહનોમાં શાળાએ મોકલાયા
અમરેલી: જિલ્લાના બાબરા શહેરમાં એક સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈને શાળા કરફ જઈ રહી હતી. ત્યારે બસના એન્જિનમાંથી એકાએક ધૂંમાડો નીકળવા લાગતા બસના ચાલકે બસને ત્વરિત રોડ સાઈડ પર પાર્ક કરીને તમામ વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી લીધા હતા. અને થોડીવારમાં બસ ભડભડ સળગવા લાગી હતી. આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાયટરો દોડી આવીને આગ પર કાબુ મેળવાયો હતો.
બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસમાં આગ લાગી હતી. જેના કારણે આખી સ્કૂલ બસ ભડભડ બળવા લાગી હતી. આ બસમાં 15 જેટલા વિદ્યાર્થી અને ડ્રાઇવર હતા. જોકે, સદનસીબે બસમાં બેઠેલા તમામ બાળકો અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યા હતું કે, અમરેલીના બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ બસમાં આગ લાગી અને આખી બસમાં પ્રસરી ગઇ હતી. બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસમાં આગ લાગતા વિધાર્થીઓ ગભરાઇ ગયા હતા. રાણપરથી થોરખાણ જતી સ્કૂલ બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી.ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી
સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જેના કારણે સ્કૂલ અને બાળકોના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો છે. આ દુર્ઘટના બાદ બાળકોને અન્ય વાહન મારફતે શાળામા મોકલી દેવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે. શહેરના વડવા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગી હતી. મકાનમાં એકાએક આગ લાગતા મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. જે બાદ ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો
#AmreliFire | #SchoolBusFire | #BabraCity | #FireIncident | #GujaratNews | #FireBrigade | #ShortCircuit | #SafetyFirst | #BhavnagarFire | #EmergencyResponse | #FireSafety | #SchoolTransport | #GujaratIncidents