Site icon Revoi.in

વધતા જતા ગરમીના પ્રકોપને લઈને આ રાજ્યોમાં શાળાઓની રજાઓ લંબાવાઈ

Social Share

દિલ્હીઃ- એક તરફ જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં બિપરજોયને લઈને વરસાદી માહોલ જામ્યો છે તો દેશના કેટલાક રાજ્યોમાં જૂનના 15થી વધુ દિવસ વિતી ગયો હોવા છત્તા ગરમી જવાનું નામ નથી લઈ રહી આસહીત હિટવેવના કારણે શાળાઓની રજાઓ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જે રાજ્યોમાં  ગરમીનો પ્રકોપ  એચલો વધ્યો છે કે આ રાજ્યોમાં તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. હીટવેવને જોતા ઘણા રાજ્યોએ ઉનાળુ વેકેશન લંબાવવાનો નિર્ણય લીધો છે.

જે રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે અને લોકો ગરમીથી તૌબા પોકારી ઉઠ્યા છે તેવા રાજ્યોમાં  ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.જ્યા ઉનાળું વેકેશન આ દિવસોમાં ખુલી જવાનું હતુ પરંતુ ગરમીને જોતા જૂન મહિનાના અંત સુધી વેકેશન લંબાવાયું છે.

જો ઓડિશાની વાત કરીએ તો અહીયા પણ હજી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઓડિશા સરકારે રાજ્યમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને શાળાઓનું ઉનાળુ વેકેશન બે દિવસ લંબાવ્યું છે. અધિકારીએ શુક્રવારે કહ્યું કે રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓ હવે 19 જૂનને બદલે 21 જૂને ખોલવામાં આવશે.

ઝારખંડની જો વાત કરવામાં આવે તો અહી કાળઝાળ ગરમીને જોતા ધોરણ 8 સુધીના બાળકોની શાળાઓ 18 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. ઝારખંડ સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે પણ આ સંદર્ભે આદેશ જારી કર્યો છે.

બીજી તરફ બિહારમાં પણ દરમીને લઈને લોકો પરેશઆન છે જેને જોતા બિહારમાં પણ રાજધાની પટના સહિત અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોતા શાળાઓની રજા લંબાવાય છે. પટનામાં નર્સરીથી 12મા ધોરણ સુધીની સરકારી અને ખાનગી શાળાઓને 24 જૂન સુધી  વેકેશન ગાળો લંબાવવામાં આવ્યો છે તો બીજી તરફ આંગણવાડી કેન્દ્રો પણ 24 જૂન સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.