કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને 3 દિવસ સુધી શાળાઓ અને કોલેજો બંધ રખાશે – સીએમનો આદેશ
- કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો
- 3 દિવસ સુઘી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી
દિલ્હીઃ- છેલ્લા થોડા દિવસોથી કર્ણાટકમાં હિજાબ વિવાદ મોટો મુદ્દો બની રહ્યો છે, ત્યાપે હિજાબને લઈને મુસ્લિમ યુવતીઓ દ્રારા શાળામાં બેસવાની મંજૂરી મામલે આ વિવાદ વકરી રહ્યો છે જેને લઈને કર્ણાટકના સીએમ દ્રારા મહત્વના નિર્ણય હેઠળ શાળા અને કોલેજોને બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ મામલે રાજ્યના સીએમ બસવરાજ બોમાઈએ ટ્વિટ કરીને આ જાણકારી આપી. સીએમએ ટ્વીટ કર્યું કે તેમણે શાંતિ અને સંવાદિતા જાળવવા માટે તમામ હાઈસ્કૂલ અને કોલેજો ત્રણ દિવસ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
હિજાબ પરના પ્રતિબંધ પર સવાલ ઉઠાવતા ઉડુપીની એક સરકારી કોલેજની પાંચ મહિલાઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં આજે આ મુદ્દે સુનાવણી થઈ, બુધવારે પણ આ સુનાવણી ચાલુ રહેશે.કોર્ટે વિદ્યાર્થીઓ અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
વિતેલા દિવસને મંગળવારે ઉડુપી જિલ્લાના મણિપાલમાં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજમાં તણાવની સ્થિતિ સર્જાય હતી, કેસરી શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓના બે જૂથોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.ત્યારે ત્રણ દિવસ સુધી સરકારે કોલેજ અને શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે.