ચેન્નઈ – ચક્રવાત મિચોંગનસ લઈને તમિલનાડુમાં તબહિના દ્રશ્યો સર્જાય હતા ત્યારે હવે છે ચેન્નઈમાં ઊભી થયેલી સ્થિતિ બાદ હવે આજરોજ ગુરુવારે પણ અહી શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે સાથે પરીક્ષાઓ પણ રદ કરાઇ છે . જૉ કે ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે અથડાતા પહેલા, તેણે ચેન્નાઈ સહિત તમિલનાડુના ચાર જિલ્લામાં ભારે તબાહી મચાવી હતી, જેનું વિનાશક દ્રશ્ય હજુ પણ જોવા મળે છે.
ટૂયરે હવે આજરોજ ગુરુવારે શાળા અને કોલેજો પણ બંધ રહી હતી અને શાળાઓમાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. ચેન્નઈના બાલાચેરી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ લોકોના મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું કે દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત મિચોંગ ધીમે ધીમે નબળું પડવાનું શરૂ કર્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિતોની મદદ માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહેશે.
આ સાઇટ આ મામલો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો બુધવારે લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન ડીએમકેના સભ્ય ટીઆર બાલુએ ચક્રવાત મિચોંગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના કારણે આવેલા પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી.
આ સાથે જ સ્ટાલિને કેન્દ્ર પાસેથી રૂ. 5,060 કરોડની માંગણી કરી હતી. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મિચોંગના કારણે થયેલા નુકસાન અને રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક રૂ. 5,060 કરોડની સહાયની માંગ કરી છે.