હરિયાણામાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજો 26મી જાન્યુઆરી સુધી રહેશે બંધ
દિલ્હીઃ હરિયાણામાં કોરોનાનાના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શિક્ષણ પ્રધાન કંવર પાલ ગુર્જરે જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 26 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 12મી જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળુ વેકેશન ચાલી રહ્યું છે.
હરિયાણામાં કોરોનાની ત્રીજીમાં સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. માત્ર નવ દિવસમાં સંક્રમણ દર 9 ગણો વધી ગયો છે. આ દર 31 ડિસેમ્બરે 1.17 ટકા હતો જે હવે વધીને 10.64 થઈ ગયો છે. એકંદરે સંક્રમણ દર 5.31 ટકા પર પહોંચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો લોકો આવી રીતે બેદરકારી દાખવતા રહેશે તો આવનારા દિવસોમાં કેસની સાથે સંક્રમણનો દર પણ વધી શકે છે.
આરોગ્ય મંત્રી અનિલ વિજે રાજ્યના લોકોને ‘નો માસ્ક-નો સર્વિસ’ અપનાવવા હાકલ કરી હતી, જેથી કોરોના રોગચાળાને હરાવી શકાય. ટ્વીટ કરીને તેમણે રાજ્યના લોકોને કહ્યું કે, કોરોનાને હરાવવા માટે આપણે બધાએ કોવિડના નિયમો/પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.
રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા જેલોમાં કેદીઓની તેમના પરિવાર સાથે નિયમિત મુલાકાત બંધ કરી દેવામાં આવી છે. જેલના કર્મચારીઓને પણ ઓછામાં ઓછા બહાર આવવાની સૂચના આપવામાં આવી છે. નવા કેદીઓને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે.
(PHOTO-FILE)