- ઓમિક્રોનનું વધી રહ્યું છે જોખમ
- શાળા-કોલેજોને બંધ કરી શકે છે કર્ણાટક રાજ્ય સરકાર
- ફરીવાર ઘરેથી ભણવાનો સમય આવી શકે છે
મેંગ્લોર: ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ણાટકની સરકાર દ્વારા ફરીવાર કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે તેમ છે. સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર ઓમિક્રોનના સંકટથી રાજ્યને અને રાજ્યની સામાન્ય જનતાને બચાવવા માટે સરકાર શાળા કોલેજો બંધ કરી શકે છે અને સાથે એવા સ્થળોને પણ બંધ કરી શકે છે જ્યાં વધારે લોકોની ભીડ જમા થતી હોય. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કોરોનાવાયરસનો જે પ્રકારે કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો તેને લઈને સૌ કોઈ સતર્ક થઈ ગયા છે. લાંબા સમય માટે વિદ્યાર્થીઓને ઘરેથી જ ભણવાનું કહેવામાં આવ્યું હતું, છેલ્લા કેટલાક મહિના વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ ભણ્યા અને હવે ફરીવાર શાળા કોલેજ જઈને ભણવાનો સમય આવ્યો ત્યારે ફરીવાર ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે.
ઓમિક્રોન વેરિયન્ટ કર્ણાટકમાં ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં, અહીંના ચિક્કામગાલુરુમાં રહેણાંક શાળાના 59 વિદ્યાર્થીઓ અને 10 સ્ટાફે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. રોગચાળાના ફેલાવા સામે લડવા માટે, સ્ટાફ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પાસેથી વધુ સ્વેબ એકત્રિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જો આગામી પગલા લેવામાં આવે તો ઓમિક્રોનના સંક્રમણથી પણ અનેક પ્રકારે રાહત મળી શકે છે. દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દરેક રાજ્ય દ્વારા એ પ્રકારે પગલા લેવામાં આવી રહ્યા છે જેને લઈને લોકોને ઓમિક્રોનથી સંક્રમિત થવું પડે નહી.