- કર્ણાટકમાં આજથી ઘોરમ 10 સુધીના વર્ગો ખુલશે
- મુખ્યમંત્રીએ શાંતિ રાખવાની અપીલ કરી
દિલ્હી- કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે આજથી શાળઆો ખુલવા જઈ રહી છે,આજરોજ સોમવારથી રાજ્યમાં ઘોરણ 10 સુધીના તમામ વર્ગો ખુલશે. જો કે હિજાબ વિવાદના કારણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ લોકોને શઆંતિ રાખવાની અપીલ કરી છે.
સીએમ બોમાઈએ જણાવ્યું કે, મેં ડીસી, એસપી અને શાળા પ્રશાસનને શાંતિ સમિતિની બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો છે. ઉચ્ચ કક્ષાની શાળા તથા કોલેજોની સ્થિતિની સમીક્ષા કરવા માટે સમીક્ષા બેઠક બાદ ખોલવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કેવિતેલા શુક્રવારે હિજાબ વિવાદને લઈને ઉચ્ચ શિક્ષણની શાળાઓ અને ડિગ્રી કોલેજોને 16 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે આજથી અહી શાળઆ ફરીથી શરુ થવા જઈ રહી છે ત્યારે રાજ્યની સ્થિતિ પર પણ સમિક્ષા કરવામાં આવશે અને સતત નજર રાખવામાં આવશે જેથી કરીને કોઈ અસામાજિક તત્વો કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન કરી શકે.
સાવચેતીના પગલે ચર્ચિત સ્થળે કલમ 144 લાગૂ
કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રાશસને આજરોજ સોમવારથી 19 ફેબ્રુઆરી સુધી જિલ્લાની તમામ હાઈસ્કૂલોની આસપાસ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત લાગુ કરવાના પણ આદેશ જારી કર્યા છે. આ આદેશ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સોમવારથી શાળાઓ ફરીથી ખોલવા સાથે આ પગલાને સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે,ઉલ્લેખનીય છે કે હિજાબ વિવાદને લઈને અહી સુરક્ષા બંદોબસ્તચ પમ ગોઠવવામાં આવ્યો છે .જેથી શઆળા કોલેજો કુલતા સમયે કોઈ વિવાદની ઘટના ન સર્જાય.