Site icon Revoi.in

પશ્વિમબંગાળમાં ગરમીના પ્રકોપને કારણે શાળાઓ અને કોલેજ 23 એપ્રિલ સુઘી બંધ, અભ્યાસક્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા શિક્ષકો

Social Share

કોલકાતોઃ- દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચતા જીવન મુશ્કેલ બન્યું છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સભામાં ગરમીના કારણએ 11 લોકોના મોત થયા હતા ત્યારે પશdવિમ બંગાNમાં પણ ગરમીએ કહેર ફેલાવ્યો છે જેને જોતા શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે જેથી કરીને બાળકોને ગરમીમાં બહાર ન આવવું પડે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પશ્ચિમ બંગાળની વિવિધ યુનિવર્સિટીઓના શિક્ષક સંગઠનોએ સોમવારે ગરમીના કારણે રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આનાથી શૈક્ષણિક કાર્યક્રમને અસર થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો આવતા સપ્તાહે બંધ રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી બાળકો શાળાએથી પાછા ફર્યા બાદ માથાનો દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ કરી રહ્યા છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેણીએ કહ્યું કે હું લોકોને બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી તડકામાં બહાર જવાનું ટાળવાની પણ વિનંતી કરીશ.

દાર્જિલિંગ અને કાલિમપોંગ – બે પર્વતીય જિલ્લાઓ સિવાય રાજ્યમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ પ્રવર્તમાન હવામાનને કારણે 23 એપ્રિલ સુધી એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. બીજી તરફ ત્રિપુરામાં કાળઝાળ ગરમીને કારણે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધી બંધ રહેશે

રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ સોમવારે આની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં, જાદવપુર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી પાર્થ પ્રતિમ રોયે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણયથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર થશે.

આવા નિર્ણયો સાબિત કરે છે કે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પાછળ રહી ગયું છે અને યુનિવર્સિટીઓને કોઈ સ્વાયત્તતા નથી, આ સહીત કલકત્તા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન ના પ્રવક્તાએ કહ્યું, “આવો અચાનક નિર્ણય અભ્યાસક્રમને અસર કરી શકે છે.”દરમિયાન કોલકાતામાં ઘણી ખાનગી શાળાઓ ઓનલાઈન વર્ગો લઈ રહી છે.મમતા બેનર્જીના નિર્ણય પર શિક્ષકોએ ચિંતા જતાવી છે શઆળઆઓ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ખોરવાય શકે છે.