Site icon Revoi.in

ગામડાંમાં શાળાઓ તો શરૂ થઈ ગઈ પણ મધ્યાહન ભોજન બંધ હોવાથી બાળકો ભૂખ્યા ભણી રહ્યા છે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડા બાદ સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લઈને શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દીધુ છે. ગામડાંઓમાં પણ પ્રાથમિક શાળાઓ વિદ્યાથીઓના શોરબકોરથી ગુંજવા લાગી છે, શાળાઓમાં શિક્ષણ તો શરૂ કરી દેવાયું છે. અને મોટી સંખ્યામાં બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ મધ્યાહન ભોજન ચાલુ ન કરાતા બાળકોએ ભૂખ્યા રહી શિક્ષણ મેળવી રહ્યા છે. મધ્યાહન ભોજન બંધ હોવાના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ  શાળામાં ભૂખ્યા રહે છે. બનાસકાંઠા  જિલ્લામાં મોટી સંખ્યામા લોકો ખેતરમાં રહે છે અને તેઓના બાળકો બે ત્રણ કિલોમીટર દૂરથી સ્કૂલોમાં ભણવા આવે છે પણ ત્યાં મધ્યાન ભોજનની વ્યવસ્થા ન હોવાથી તેમને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના ગરીબ અને ખેતરમાંથી અભ્યાસ અર્થે શાળામાં આવતા બાળકો માટે ખૂબ મહત્ત્વની છે. અનેક એવા બાળકો છે કે, જેઓ પોતાના ઘરથી શાળાએ ભૂખ્યા આવે છે. શાળામાં મધ્યાહન ભોજન મેળવી શિક્ષણના પાઠ સાથે પોતાની ભૂખને પણ સંતોષ આપતા હતા. પરંતુ હજુ શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ છે. જેના કારણે બાળકો ભૂખ્યા રહી શિક્ષણના પાઠ મેળવી રહ્યા છે.  મધ્યાહન ભોજન બંધ હોવાના કારણે ખેતરમાંથી આવતા બાળકો સૌથી વધુ મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ગરીબ બાળકો શાળામાં મધ્યાન ભોજન બંધ હોવાથી શાળાએ આવતા નથી.

પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શાળાના આચાર્યો પણ માની રહ્યા છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના બંધ હોવાથી બાળકો અગવડતા ભોગવી રહ્યા છે. અનેક બાળકો સવારે 11 થી 5 સુધી શાળામાં શિક્ષણ સમય ભૂખ્યા રહી ભણતર કરી રહ્યા છે. સરકાર સત્વરે આ યોજના ફરી કાર્ય કરે તો બાળકોને શાળામાં ભૂખ્યા ન રહેવું પડે. મધ્યાહન ભોજન બંધ રહેતા શાળામાં બાળકો  ઓછા આવે છે અને ભૂખ્યા બાળકોને રહેવું પડે છે જેથી અનેક ગરીબ બાળકો શાળામાં મધ્યાન ભોજન બંધ હોવાથી શાળાએ આવતા નથી. પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શાળાના આચાર્યો પણ માની રહ્યા છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના બંધ હોવાથી બાળકો અગવડતા ભોગવી રહ્યા છે. (file photo)