Site icon Revoi.in

રાજસ્થાનમાં વર્ગ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 8 ફેબ્રુઆરીથી ખુલશે શાળાઓ

Social Share

દિલ્હીઃ- રાજસ્થાનમાં, ગેહલોત સરકારે 8 ફેબ્રુઆરીથી 6 થી 8 ના ધોરણો માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. હેલ્થ પ્રોટોકોલની શરતોનું પાલન કરીને શાળાઓ ખોલવામાં આવશે મુખ્યમંત્રીએ અધિકારીઓને કોરોનાનું સંક્રણ અટકાવવા માટે સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું છે.

કોરોના સંક્રમણ  અને રસીકરણની સમીક્ષા બેઠકમાં સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને અંકુશમાં રાખવા સાથે, વર્ગ 6 થી 8ના બાળકોના વર્ગો પ્રોટોકોલની શરતો સાથે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમએ જણાવ્યું  કે, અંડરગ્રેજ્યુએટ પ્રથમ અને દ્વિતીય વર્ષ અને અનુસ્નાતક વર્ગોના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ સિનેમા હોલ, થિયેટરો અને સ્વિમિંગ પુલ પણ ખોલવામાં આવશે. થિયેટરો, મલ્ટિપ્લેક્સમાં 50 ટકા સીટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સામાજિક અને અન્ય કાર્યક્રમોમાં 200 જેટલા લોકોની હાજરીને છૂટ આપવામાં આવી છે.

સાહિન-