- પંજાબમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરાયુંટ
- કોરોના સંકર્મણને લઈને શાળાઓ બંધ કરાઈ
ચંદીગઢ – પંજાબ સરકારે શુક્રવારે વધુ ચાર જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે અને રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાને કારણે તમામ શાળાઓ ફરી એક વખત બંધ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના આઠ જિલ્લાઓ – લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જલંધર, નવાંશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.
શાળા શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ખાનગી શાળાઓના તમામ વર્ગો માટેની પ્રિપેરેટરી રજાની ઘોષણા કરવામાં આવી છે,રાજ્યના શિક્ષણ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ આ સમગ્ર બાબતે માહિતી આપતા કહ્યું હતું કે, શિક્ષકો શાળામાં હાજર રહેશે. ફક્ત કોરોના સંક્રમણના કારણે શાળાઓ બાળકો માટે બંધ કરવામાં આવી રહી છે.
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી માટે તેમના શિક્ષકોની મદદ મેળવવા ઇચ્છે તો તેઓ શાળાએ આવી શકે છે. તેમણે કહ્યું કે શાળાઓમાં અંતિમ પરીક્ષાઓ કોરોના માર્ગદર્શિકાના કડક પાલન સાથે ઓફલાઇન લેવામાં આવશે. કોરોના માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરીને પરીક્ષા યોજવા માટેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં જ આપવામાં આવશે.
પરિક્ષાઓ માટેનું સમયપત્રક રજુ કરવામાં આવ્યું
પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ એ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરી દીધું છે. પી.એસ.ઇ.બી. દ્વારા જાહેર કરાયેલ તારીખ પ્રમાણે વર્ગ 5 માટેની પરીક્ષાઓ 16 માર્ચથી શરૂ કરવામાં આવશે વર્ગ 8 અને 12 ની પરીક્ષાઓ 22 માર્ચથી અને વર્ગ 10 ની પરીક્ષાઓ એપ્રિલની 09 થી શરૂ કરાશે. આ ઉપરાંત 6,7,9,11 વર્ગો માટેની પરીક્ષાઓ 15 માર્ચથી શરૂ થશે અને વર્ગ 1 થી 4 માટેની પરીક્ષાઓ 17 માર્ચથી શરૂ થશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 હજારથી પણ વધુ નવા કેસો નોંધાયા
પંજાબમાં વિતેલા દિવસને શુક્રવારે 12 માર્ચના રોજ કોરોનાના 1 હજાર 318 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે હવે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 94 હજાર 753 થઈ છે ,આ કોરોનાની વકરતી ,સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારક એક્શનમાં આવી છે અને સંક્રમમને રોકવા માટેના અનેક પગલા લઈ રહી છે.
સાહિન-