- મહારાષ્ટ્રમાં આજથી શાળાનો આરંભ
- કડક નિયમો સાથે બાળકો શાળામાં પ્રવેશ કરશે
મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં શઆળાઓ કોલેજો સહીત શૈક્ષણિક કાર્યો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આજથી ફરી મહારાષ્ટ્રમાં શાળાઓનો આરંભ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બંધ કરાયેલી શાળાઓ આજથી ખોલવામાં આવી રહી છે. કોવિડ-19ના કેસમાં વધારાને પગલે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મંત્રી વર્ષા ગાયકવાડે ગુરુવારે રાજ્યમાં 24 જાન્યુઆરીથી ધોરણ 1 થી ધોરણ 12 સુધીની શાળાઓ ખોલવાની માહિતી આપી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શાળા શિક્ષણ વિભાગ દ્વારા તેમને મોકલવામાં આવેલા આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મુંબઈમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, જેના કારણે અહીં પણ શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. મુંબઈની સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જો કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછળથી કરવામાં આવેલ મૂલ્યાંકન દર્શાવે છે કે ઓમિક્રોનથી સંક્રમણના કેસો વધી રહ્યા નથી અને સંક્રમણનો ગ્રાફ ઘટી રહ્યો છે, જે સત્તાવાળાઓને શાળાઓમાં સીધા વર્ગો ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ આપવા માટે પ્રેરિત કરે છે.
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ રાજ્યમાં શાળાઓ ખોલવા પર કહ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની શારીરિક હાજરી ફરજિયાત કરવામાં આવી નથી. કેટલાક જિલ્લામાં શાળાઓ ખોલવામાં આવી રહી છે, કેટલાક જિલ્લામાં નહીં. માતાપિતા તેમના બાળકોને પરવાનગી સાથે મોકલી શકે છે.
આ સાથે જ શઆળામાં આવતા દરેક વિદ્યાર્થીઓએ કોરોનાના નિયમોનું કડક રીતે લાપન કરવાની સૂચના અપાઈ છે.મહારાષ્ટ્રમાં લગભગ 62 ટકા વાલીઓ 24 જાન્યુઆરીથી તેમના બાળકોને શાળાએ મોકલવાના પક્ષમાં નથી. આ માહિતી એક સર્વેમાં સામે આવી છે.જેથી માતા પિતાની મંજૂરી સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.