અમદાવાદઃ રાજ્યમાં સ્વનિર્ભર શાળાના કેટલાક સંચાલકો ફી નિર્ધારણ કમિટી(એફઆરસી)ના આદેશને ઘોળીને પી જતાં હોય છે. ઘણીબધી ખાનગી શાળાઓનો સંચાલકોએ તો શિક્ષણને જ ધંધો બનાવી દીધો છે. કોરોનાનો કપરો કાળ વાલીઓ માટે પણ આંકરો રહ્યો હતો. ઘણા પરિવારો એવા હતા કે તેમમે કોરોનામાં પોતાના સ્જન ગુમાવ્યા હયો, ગણા પરિવારો એવા હતા કે તેમની નોકરી જતી રહેતા બેકાર બન્યા હોય, દરેક પરિવારની કંઈકને કંઈક સમસ્યાઓ તો હતી જ. આથી સરકારે કોરોના કાળમાં ફીમાં રાહત આપી હતી. પરંતુ કેટલાક શાળા સંચાલકો સરકારના આદેશ નહીં માનીને પુરતી ફીનૂ વસુલાત કરી હતી. ઘણા વાલીઓ પણ પોતાના દીકરા-દીકરીના ભવિષ્ય માટે ફરિયાદ કરવાનું ટાળીને પુરી ફી પણ ભરી દીધી હતી. ઘણા શાળા સંચાલકોએ તો ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવી લીધી હતી. આથી ફી નિર્ધારણ કમિટીએ વધુ ફી ઉઘરાવી હશે તેવા શાળા સંચાલકોને વાલીઓને ફી પરત કરવાનો આદેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એફઆરસીએ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રોવિઝનલ ઓર્ડરમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સ્કૂલે વધુ ફી ઉઘરાવી હશે તો વધારાની ફી વિદ્યાર્થીઓને પરત કરવાની રહેશે. એફઆરસીના તમામ પ્રોવિઝનલ ઓર્ડરમાં વધારાની ફી પરત કરવા સ્કૂલોને આદેશ અપાયા છે. અમદાવાદ ઝોન એફઆરસીના ઓર્ડર બ્લન્કેટ હોવાથી તમામ સ્કૂલને લાગુ પડશે. કોરોના મહામારી દરમિયાન એફઆરસીમાં તમામ સ્કૂલોની ફી નક્કી ન થઇ હોવાથી સ્કૂલ સંચાલકોએ પોતાની રીતે વાલીઓ પાસેથી ફી વસૂલી હતી.ઘણી સ્કૂલોએ વધુ ફી વસૂલી હતી. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલે સેકેન્ડરી વિભાગ માટે 2019-20માં રૂ. 48234 ફી ઉઘરાવી હતી, જ્યારે કે સ્કૂલે 2021-22 માટે 50,700 ફી માગી હતી. પરંતુ એફઆરસીએ સ્કૂલની માગેલી ફીમાં રૂ. 200નો કાપ મૂકીને 50,500 પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. (File photo)