ગુજરાતમાં વાવાઝોડાને લીધે અમદાવાદ સહિત 11 જિલ્લામાં શુક્રવારે શાળાઓ બંધ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવારે સાંજે વાવાઝોડું ટકરાયા બાદ લેન્ડફોલ પ્રકિયા શરૂ થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત 11 જિલ્લાઓમાં શાળાઓ કાલે શુક્રવારે બંધ રાખવાનો નિર્ણયલેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીઓએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલ 16/6/2023ના રોજ બંધ રહેશે.
રાજ્યમાં વાવાઝોડાની અસરને કારણે તા. 16મી અને તા.17મી જૂને દ્વારકા, પોરબંદર,મોરબી, અમદાવાદ, જામનગર, કચ્છ બનાસકાંઠા સહિતના જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો હતો, ત્યારબાદ અમદાવાદ નવસારી, બનાસકાંઠા સહિત પ્રભાવિત જિલ્લાઓમાં પણ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો હતો. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. અમદાવાદ સહિત 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે. અમદાવાદ ગ્રામ્ય સહિત બોટાદ, નવસારી, ખેડા- આણંદની તમામ સ્કૂલો બંધ રહેશે.
વાવાઝોડાની અસરને કારણે 16 અને 17 જૂને બનાસકાંઠાની તમામ શાળાઓ બંધ રહેશે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. પાટણ વહીવટી તંત્ર પણ સાવચેત પાટણની શાળા-કોલેજો 17 જુન સુધી રહેશે બંધ, 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ, પાટણ જિલ્લા કલેકટરે પરિપત્ર કર્યો છે.